
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (આઆપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને તેમના 53મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન, તેમણે તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શનિવારે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર, ભગવંત માનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરું છું.
આ ઉપરાંત, આમ આદમી પાર્ટી (આઆપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ, ભગવંત માનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે પંજાબના મુખ્યમંત્રીને પંજાબની શાન અને પોતાના નાના ભાઈ ગણાવતા તેમના સુખી અને સ્વસ્થ જીવનની કામના કરી.
કેજરીવાલે પોતાના સંદેશમાં લખ્યું, પંજાબની શાન અને મારા નાના ભાઈ ભગવંત માનને, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વરને પ્રાર્થના છે કે, તમે હંમેશા હસતા રહો, સ્વસ્થ રહો અને પંજાબની ખુશહાલી માટે આમ જ કામ કરતા રહો.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ