અડવાણીને મળવા અપૉલો હૉસ્પિટલ પહોંચ્યા નડ્ડા, ખબરઅંતર પૂછ્યા
નવી દિલ્હી, 17 ઑક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ શનિવારે, અહીં અપૉલો હૉસ્પિટલ પહોંચીને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના ખબરઅંતર પૂછ્યા. નડ્ડાએ ચિકિત્સકો પાસેથી પણ
અડવાણીને મળવા અપૉલો હૉસ્પિટલ પહોંચ્યા નડ્ડા, ખબરઅંતર પૂછ્યા


નવી દિલ્હી, 17 ઑક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ શનિવારે, અહીં અપૉલો હૉસ્પિટલ પહોંચીને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના ખબરઅંતર પૂછ્યા. નડ્ડાએ ચિકિત્સકો પાસેથી પણ અડવાણીના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી. અડવાણીની હાલત હાલ સ્થિર છે.

અપૉલો હૉસ્પિટલના જનસંપર્ક અધિકારીએ સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાના હૉસ્પિટલ પહોંચવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અડવાણી સાથે મુલાકાત કર્યા પછી નડ્ડાએ તેમની સારવાર કરી રહેલા ચિકિત્સકો સાથે પણ મુલાકાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી.

અડવાણીને છાતીમાં સંક્રમણની ફરિયાદ પછી શુક્રવારે સાંજે, દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપૉલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલ અનુસાર તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

હૉસ્પિટલ દ્વારા જારી કરાયેલા સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવાયું છે કે, અડવાણીની હાલત હાલ સ્થિર છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. તેમને શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 98 વર્ષીય અડવાણી સાથે થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ, તેમના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. 7 ઑક્ટોબરે થયેલી આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને સાર્વજનિક જીવનમાં 25 વર્ષ પૂરા થવાના અવસરે તેમના આશીર્વાદ લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande