
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ક્રૂડ તેલના ભાવ ફરી સાતમા આસમાને પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મે મહિના પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો 110 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. ક્રૂડના ભાવમાં આ વધારો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં શનિવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 3.94 ડોલર એટલે કે 3.72 ટકા ઉછળીને 109.9 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો. મે મહિના પછી પહેલીવાર બ્રેન્ટ ઓઇલનો ભાવ આ સ્તરે પહોંચ્યો છે. જ્યારે, કારોબારના અંતે ડબલ્યુટીઆઈ (વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ) 3.44 ડોલર એટલે કે 3.51 ટકાના વધારા સાથે 101.4 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો છે.
અમેરિકી સરકારે રશિયા અને ઈરાન પાસેથી સૌથી વધુ તેલ અને ગેસ ખરીદનારા પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લગાવવામાંથી રાહત આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' (ગ્રેહામ એક્ટ) હેઠળ રશિયા અને ઈરાન પાસેથી તેલ અને ગેસ ખરીદનારા મુખ્ય દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની જોગવાઈઓ પર અસ્થાયી રાહતની જાહેરાત કરી.
આર્થિક બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે, પશ્ચિમ એશિયા સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ તેલના પુરવઠાને અસર થવાનું જોખમ સતત વધી રહ્યું છે. આ વર્ષે પહેલાથી જ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 7.5 પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ