ફિલ્મ અભિનેતા અજય દેવગણના, જુહુ સ્થિત બંગલા પર મુંબઈ નગર નિગમનો હથોડો
મુંબઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડ ફિલ્મ અભિનેતા અજય દેવગણના જુહુ સ્થિત બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ કાર્ય પર શનિવારે મુંબઈ નગર નિગમની ટીમે તોડફોડની કાર્યવાહી કરી. આ કાર્યવાહી અજય દેવગણને મુંબઈ નગર નિગમ તરફથી 10 સપ્ટેમ્બરના રોજ જાર
અભિનેતા અજય દેવગણ અને તેના જુહુ સ્થિત બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ કાર્ય પર તોડફોડ


મુંબઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડ ફિલ્મ અભિનેતા અજય દેવગણના જુહુ સ્થિત બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ કાર્ય પર શનિવારે મુંબઈ નગર નિગમની ટીમે તોડફોડની કાર્યવાહી કરી.

આ કાર્યવાહી અજય દેવગણને મુંબઈ નગર નિગમ તરફથી 10 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલી નોટિસ બાદ કરવામાં આવી છે. આ નોટિસમાં મુંબઈ નગર નિગમે અજય દેવગણને બંગલામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામને જાતે હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

મુંબઈ નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, જુહુમાં રોડ નંબર 11 પર સ્થિત કપોલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અજય દેવગણ અને તેમની માતા વીણા દેવગણનો આ બંગલો 7,802 ચોરસ ફૂટ પર બનેલો છે. આ બંગલામાં નગર નિગમની જરૂરી પરવાનગી વિના જ આંતરિક ફેરફારો, વિભાજન દીવાલો (પાર્ટિશન વોલ) બનાવવી, બારીઓમાં ફેરફાર અને અન્ય માળખાકીય કામો કરવામાં આવી રહ્યા હતા. 10 સપ્ટેમ્બરના રોજ, નગર નિગમે 'મુંબઈ નગર નિગમ અધિનિયમ'ની કલમ 354 હેઠળ કામ રોકવાનો નોટિસ જારી કર્યો હતો.

આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, બાંધકામ કાર્યના સંબંધમાં પરવાનગીના કાગળો બીએમસીને બતાવવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામ કાર્ય તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે. પરંતુ બાંધકામ કાર્યની પરવાનગીના સંબંધમાં દેવગણ તરફથી કાગળપત્ર બીએમસીને આપવામાં આવ્યા ન હતા, ફક્ત અજય દેવગણે બીએમસીને એક પત્ર આપ્યો હતો, જેને બીએમસીએ ફગાવી દીધો.

આ પછી મુંબઈ નગર નિગમના કે-વેસ્ટ વિભાગીય કાર્યાલયે 6 ઓક્ટોબરના રોજ ફરીથી નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, જો આ નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો અનધિકૃત માળખાં અને બાંધકામ સામગ્રીને હટાવી દેવામાં આવશે, જેનો ખર્ચ અને જોખમ માલિકે ઉઠાવવું પડશે. આ નોટિસ પર અજય દેવગણ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા મુંબઈ નગર નિગમે આજે અજય દેવગણના બંગલામાં બનેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande