સીજેપી પ્રમુખ અભિજીત દિપકેને શરતી જામીન
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). દિલ્હી સ્થિત મંદિર માર્ગના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેને જામીન આપ્યા છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે દિપકેને 50 હજાર રૂપિયાના શાંતિ બોન્ડ પર મુક્ત કરવા
શાંતિ બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). દિલ્હી સ્થિત મંદિર માર્ગના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેને જામીન આપ્યા છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે દિપકેને 50 હજાર રૂપિયાના શાંતિ બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. શાંતિ બોન્ડ મુજબ, દિપકેને એક વર્ષ સુધી શાંતિ જાળવી રાખવી પડશે.

દિપકેની 16 ઓક્ટોબરે દિલ્હી પોલીસે ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે તેઓ સેન્ટ્રલ પાર્કમાં આયોજિત 'લહેરા દો તિરંગા' વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કનૉટ પ્લેસ જઈ રહ્યા હતા. દિલ્હી પોલીસે દિપકેને ઝંડેવાલનના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા. 16 ઓક્ટોબરે બપોરે દિલ્હી પોલીસના 20થી વધુ જવાનો દિપકેના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને એક નોટિસ આપી. આ નોટિસમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ એવું કોઈ પણ કામ ન કરે જેનાથી નાગરિકો, વેપારીઓ, મુસાફરો, દર્દીઓ અને અન્ય લોકોના અધિકારો પર કોઈ પ્રતિકૂળ અસર પડે.

આ પહેલા પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પહોંચવા પર દિપકેને કાકરોચ જનતા પાર્ટીના અન્ય નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે વિમાનની અંદરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને એક શાંતિ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેના હેઠળ તેમને એક વર્ષ સુધી તે વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસ મુજબ, દિપકે વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી કરવામાં આવી. તેમની સાથે કસ્ટડીમાં લેવાયેલા નેહા બોરાને પણ આજે ઔપચારિક પ્રક્રિયા પૂરી થયા બાદ મુક્ત કરવામાં આવ્યા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126, એક કાર્યકારી મેજિસ્ટ્રેટને એવા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નિવારક કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે, જેનાથી શાંતિ ભંગ થવાની કે જાહેર વ્યવસ્થામાં ખલેલ પડવાની આશંકા હોય. જ્યારે, કલમ 170 પોલીસ અધિકારીને એ અધિકાર આપે છે કે, તે કોઈ સંજ્ઞેય ગુનાને થતો અટકાવવા માટે વોરંટ કે મેજિસ્ટ્રેટના આદેશ વિના સાવચેતીપૂર્વક ધરપકડ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર /સંજય / સત્યવાન / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande