
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઓડિશા વિદ્યાર્થી સંસદની ચૂંટણીઓમાં ભવ્ય જીત હાંસલ કરવા બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.)ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
ગૃહ મંત્રીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, પહેલા પંજાબ યુનિવર્સિટી, પછી દિલ્હી યુનિવર્સિટી અને હવે ઓડિશાની 13 યુનિવર્સિટીઓમાં અ.ભા.વિ.પ.ની આ જીત સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશની યુવા શક્તિ જૂઠ, ભ્રમ અને અરાજકતા ફેલાવનારી શક્તિઓ સાથે નહીં, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ'ની વિચારધારા સાથે મજબૂતીથી ઊભી છે. પરિષદની આ જીત, રાષ્ટ્ર-વિરોધી શક્તિઓને એક સણસણતો જવાબ છે.
ઉલ્લેખનીય છે કે, અ.ભા.વિ.પ.એ, 13 યુનિવર્સિટીઓમાં 8 અધ્યક્ષ અને 11 મહાસચિવના પદો પર પોતાનો કબજો જમાવ્યો છે. જ્યારે, 6માં સંપૂર્ણપણે ક્લીન સ્વીપ કર્યું છે. ગુરુવારે કુલ 332 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મતદાન થયું. આમાં લગભગ 320 કોલેજો અને 13 યુનિવર્સિટીઓ શામેલ છે. આ સંસ્થાઓમાં કુલ 6,696 ઉમેદવારોમાંથી કોલેજોમાંથી 6,358 અને યુનિવર્સિટીઓમાંથી 338 ઉમેદવારો શામેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ