દરેક મનુષ્યની અંદર, નારી રક્ષાનો ભાવ પેદા થવો જોઈએ: ડૉ. ઇન્દ્રેશ કુમાર
લખનનૌ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) પ્રેરણા પરિવાર તરફથી નવરાત્રિના ઉપલક્ષ્યમાં શનિવારે જનભવન પ્રાંગણમાં 5100 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય કાર્યકારિણી સભ્ય ડૉ. ઇન્દ્રેશ કુમારે કન્યા પૂજન સમારોહને
ઇન્દ્રેશ કુમાર


લખનનૌ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) પ્રેરણા પરિવાર તરફથી નવરાત્રિના ઉપલક્ષ્યમાં શનિવારે જનભવન પ્રાંગણમાં 5100 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય કાર્યકારિણી સભ્ય ડૉ. ઇન્દ્રેશ કુમારે કન્યા પૂજન સમારોહને સંબોધિત કરતા કહ્યું કે દરેક મનુષ્યની અંદર નારી રક્ષાનો ભાવ પેદા થવો જોઈએ અને વડીલોનું હંમેશા સન્માન થવું જોઈએ. કન્યા પૂજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે, કન્યાઓનું પાદ પ્રક્ષાલન કરી પૂજન કર્યું અને પ્રસાદ વિતરણ કર્યું.

સમારોહ દરમિયાન ડૉ. ઇન્દ્રેશ કુમારે ભારતીય મૂલ્યો પર ભાર મૂકતા કહ્યું કે, ભારતમાં કન્યા પૂજનની પરંપરા એટલા માટે છે જેથી અહીંના લોકો સાચા અર્થમાં માનવ બની શકે. જો આજે દુનિયાની અંદર ભારત સૌથી સારો દેશ માનવામાં આવે છે, તો તેની પાછળ આપણી આ જ ગૌરવશાળી સંસ્કૃતિ છે. તેમણે કહ્યું કે, જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાંના લોકો દેવતા બને છે અને જ્યાં નારીનું અપમાન થાય છે, ત્યાંના લોકો રાક્ષસ પ્રવૃત્તિના કહેવાય છે. ભારતની સનાતન સંસ્કૃતિ એ જ શીખવે છે કે નારીનો આદર કરનારા જ દેવતા કહેવા યોગ્ય છે. તેમણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું ઉદાહરણ આપતા કહ્યું કે, શ્રી રામ, નારીના સન્માનનું સૌથી મોટું પ્રતીક છે.

આ કાર્યક્રમમાં લખનૌના આસપાસના વિસ્તારોની સેવા વસાહતોમાંથી કન્યાઓ આવી હતી. રાજભવન પહોંચતા કન્યાઓના પગ પ્રક્ષાલન કર્યા પછી તિલક કરી અને ચુંદડી ભેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

શિખા ભાર્ગવે જણાવ્યું કે, પોતાની સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી માર્ચ 2024માં લખનૌ શહેરના 11 યુવા દંપતીઓના સહયોગથી પ્રેરણા પરિવારની રચના કરવામાં આવી. સંસ્થાનો મૂળ સંકલ્પ પોતાની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવી અને તેના પ્રત્યે ગૌરવનો ભાવ જગાડવો છે.

પ્રશાંત ભાટિયાએ કહ્યું કે, કન્યા પૂજનનો ઉદ્દેશ્ય સામાજિક સમરસતાનો ભાવ પેદા કરવો અને સેવા વસાહતોની સાથે-સાથે સમાજના પ્રબુદ્ધ લોકોને પણ એ અહેસાસ કરાવવો છે કે સંપૂર્ણ સમાજ પોતાનો છે.

પ્રેરણા પરિવારના અધ્યક્ષ ગુંજિત કાલરાએ જણાવ્યું કે, પ્રેરણા પરિવારનો ઉદ્દેશ્ય આવનારી પેઢીઓને સનાતની પરંપરાઓ અને મૂલ્યો સાથે જોડવાનો છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મમાં ભારતીય પર્વો અને તહેવારોને ધામધૂમથી ઉજવવાની પરંપરા રહી છે, જે યુગોથી ચાલી આવે છે. આ પર્વ આપણી ગૌરવશાળી સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે. જનભવનમાં આ ત્રીજો કાર્યક્રમ છે. આ સંસ્થા નવી પેઢીમાં સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ અને સન્માન વધારવાનો પ્રયાસ કરી રહી છે.

આ અવસરે આરએસએસના પ્રાંત પ્રચારક કૌશલ, પ્રાંત સંપર્ક પ્રમુખ ગંગા સિંહ, વિદ્યાર્થી પરિષદના ક્ષેત્ર સંગઠન મંત્રી ઘનશ્યામ શાહી, પ્રાંત પ્રચારક પ્રમુખ યશોદા, પ્રાંત સમરસતા પ્રમુખ રાજકિશોર ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande