પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ.
પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ–2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના મ
પોરબંદરમાં  ખેલ  મહાકુંભ  અંતર્ગત  મહાનગરપાલિકા  કક્ષાની  હેન્ડબોલ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદરમાં  ખેલ  મહાકુંભ  અંતર્ગત  મહાનગરપાલિકા  કક્ષાની  હેન્ડબોલ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદરમાં  ખેલ  મહાકુંભ  અંતર્ગત  મહાનગરપાલિકા  કક્ષાની  હેન્ડબોલ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદરમાં  ખેલ  મહાકુંભ  અંતર્ગત  મહાનગરપાલિકા  કક્ષાની  હેન્ડબોલ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર

રાજ્યમાં ખેલ મહાકુંભ–2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના

માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા મહાનગરપાલિકા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ

રહી છે. જેના ભાગરૂપે પોરબંદર શહેરના સાંદીપની ગુરુકુળ ગ્રાઉન્ડ ખાતે હેન્ડબોલ

સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 26 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અન્ડર-14, અન્ડર-17 અને ઓપન એજ એમ ત્રણ વયજૂથમાં ભાઈઓ અને

બહેનો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિવિધ વયજૂથના ખેલાડીઓએ પોતાની રમતગમતની

કુશળતા, શારીરિક ક્ષમતા, ટીમવર્ક અને ખેલદિલીનું પ્રદર્શન

કર્યું હતું. સ્પર્ધાના આયોજનથી સ્થાનિક ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે

યોગ્ય મંચ મળ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ખેલ મહાકુંભ અમલીકરણ

સમિતિના અધ્યક્ષ ટી.સી. તીરથાણી, જિલ્લા

રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી ડૉ. પ્રવિણા પાંડાવદરા તથા જિલ્લા શિક્ષણ

અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં

આવી રહ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા, યુવા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા

અને નાગરિકોમાં રમતગમત તથા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે રસ કેળવવાનો છે. આ પ્રકારની

સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓને પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળે છે તેમજ રમતગમત

ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પ્રાપ્ત થાય છે. પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા

રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ખેલ મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓના

આયોજનથી શહેરમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, અને યુવા ખેલાડીઓને પોતાની ક્ષમતા

સાબિત કરવા માટે પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande