અમદાવાદમાં ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ની 95મી આવૃત્તિનું સફળ આયોજન
અમદાવાદ, 18 ઓક્ટોબર (હિ.સ.) : ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ (Fit India – Sundays on Cycle)ની 95મી આવૃત્તિનું રવિવારે સવારે ગાંધીનગર સ્થિત મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઑક્ટોબરે ઉજવાતા વિશ્વ ખાદ્ય દિવસના સ
ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ


ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ


અમદાવાદ, 18 ઓક્ટોબર (હિ.સ.) : ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ (Fit India – Sundays on Cycle)ની 95મી આવૃત્તિનું રવિવારે સવારે ગાંધીનગર સ્થિત મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઑક્ટોબરે ઉજવાતા વિશ્વ ખાદ્ય દિવસના સંદર્ભમાં આયોજિત આ સાપ્તાહિક ફિટનેસ કાર્યક્રમની થીમ “વિશ્વ ખાદ્ય દિવસ: હવે પગલાં ભરો! ભૂખમરો સમાપ્ત કરો” (World Food Day: Act Now! End Hunger) રાખવામાં આવી હતી.

વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ, શારીરિક સ્વાસ્થ્યની સાથે ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ, સંતુલિત પોષણ અને ‘ઝીરો હંગર’ એટલે કે ભૂખમરો નાબૂદ કરવાના વૈશ્વિક લક્ષ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને ભૂખમરા સામે સામૂહિક પ્રયાસો કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) અને ફિટ ઇન્ડિયા પહેલ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સાઈના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાઈના બિનોય ડી.એસ., સહાયક હેન્ડબોલ કોચ, તથા શેખર નિગમે સાયકલ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલના 200થી વધુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓએ સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી અને સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ અને યુવાનોએ સાયકલિંગનો આનંદ માણવાની સાથે સક્રિય જીવનશૈલી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારીએ એ સંદેશ આપ્યો હતો કે ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જરૂરી છે.

કાર્યક્રમની શરૂઆત સવારે 6:00 વાગ્યે નિર્ધારિત સમય મુજબ થઈ હતી. સાઈના અધિકારીઓ દ્વારા સાયકલ રેલીને લીલી ઝંડી બતાવ્યા બાદ સહભાગીઓએ નિર્ધારિત માર્ગ પર સાયકલિંગ કર્યું હતું. ત્યારબાદ શાળાના પરિસરમાં વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને જીવનશૈલીમાં સામેલ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલી ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ પહેલનું આયોજન ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) અને યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા સહયોગી સંસ્થાઓ સાથે દેશભરમાં સતત કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ દ્વારા ફિટનેસના મહત્વને સંતુલિત પોષણ અને ભૂખમરો સમાપ્ત કરવાના સંદેશ સાથે જોડવામાં આવ્યો હતો. સાથે જ, યુવાનોને સ્વસ્થ સમાજ અને ફિટ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande