રાજકોટમાં પાડોશી યુવાન સાથે ફોન ઉપર વાત કરતા, પતિ જોઈ જતાં પરિણીતાએ ઝેરી પાઉડર પીધો
રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના લાલપરી મફતીયાપરામાં પડોશી યુવાન સાથે ફોન પર વાત કરતા પતિએ જોઇ જતા ૨૨ વર્ષીય પરિણીતા રવિનાબેન રોહિતભાઈ રાઠોડે આવેશમાં આવીને, ઘરમાં રાખેલો ઝેરી પાવડર પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમને ગંભીર હાલતમાં સારવા
ઝેરી દવા


રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના લાલપરી મફતીયાપરામાં પડોશી યુવાન સાથે ફોન પર વાત કરતા પતિએ જોઇ જતા ૨૨ વર્ષીય પરિણીતા રવિનાબેન રોહિતભાઈ રાઠોડે આવેશમાં આવીને, ઘરમાં રાખેલો ઝેરી પાવડર પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિનાબેનના લગ્નને બે વર્ષ થયા છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. ગત રાત્રે તેઓ ઘરમાં પડોશી યુવાન સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા ત્યારે પતિ રોહિતભાઈએ તેમને સાંભળી લીધા હતા. પતિએ ઘરમાં આવીને ફોન અંગે પૂછપરછ કરી ટોકટોક કરતા પરિણીતાને આઘાત લાગ્યો હતો.

આ વાતનું માઠું લાગવાથી આવેશમાં આવીને પરિણીતાએ, ઝેરી પાવડર ગટગટાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સત્વરે સારવાર શરૂ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande