પોરબંદરના વિવિધ નવરાત્રી મહોત્સવો દરમિયાન સ્વીપ ટીમ દ્વારા મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમની જાણકારી અપાઈ.
પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રી મહોત્સવ દરમિયાન પોરબંદર જિલ્લા સ્વીપ (SVEEP) ટીમ દ્વારા મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમની વિવિધ નવરાત્રી આયોજનમાં જનજાગૃતિ માટે જાણકારી આપવામાં આવી હતી. આ મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમની
પોરબંદરના  વિવિધ  નવરાત્રી  મહોત્સવો  દરમિયાન  સ્વીપ  ટીમ  દ્વારા  મતદાર  યાદીના  સતત  સુધારણા  કાર્યક્રમની  જાણકારી  અપાઈ.


પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રી મહોત્સવ દરમિયાન પોરબંદર જિલ્લા સ્વીપ (SVEEP) ટીમ દ્વારા મતદાર યાદીના સતત સુધારણા

કાર્યક્રમની વિવિધ નવરાત્રી આયોજનમાં જનજાગૃતિ માટે જાણકારી આપવામાં આવી હતી.

આ મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમની

ઝુંબેશના ભાગરૂપે મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી કરાવવા તેમજ અન્ય જરૂરી સુધારાઓ કરાવવા માટે ખાસ

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશની પોરબંદર શહેરમાં યોજાયેલા વિવિધ નવરાત્રી

મહોત્સવો દરમિયાન સ્વીપ ટીમ દ્વારા મતદાર જાગૃતિ અંગે લોકોને માહિતગાર કરવામાં

આવ્યા હતા.

પોરબંદરના લિયો ગ્રુપ નવરાત્રી, થનગનાટ ગ્રુપ નવરાત્રી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તથા

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ સમાજ સહિતના વિવિધ નવરાત્રી આયોજનોમાં ઉપસ્થિત વિશાળ

જનમેદનીને મતદાર યાદીમાં નામ નોંધણી અને જરૂરી સુધારાઓની જાણકારી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande