



પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર
લોકસભાના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયાએ
પોરબંદર સ્થિત પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિર (મઢી)ની મુલાકાત લઈ ખારવા
સમાજના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ ખારવા સમાજની આગવી પરંપરા, સંગઠનશક્તિ અને લોકશાહી ઢબે કાર્યરત
વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ માછીમારી, એક્સપોર્ટ, પ્રાથમિક સુવિધાઓ સહિતના વિવિધ પ્રશ્નો
અને રજૂઆતો મંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી મંત્રીએ
સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી
આપી હતી.
આ પ્રસંગે સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના
નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદરશાહી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ
ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ
ખોરાવા, અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા, વિવિધ એસોસિએશનના પ્રમુખો, કોર્પોરેટરઓ, સમાજના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya