રાજકોટમાં થયેલ લૂંટ વિથ મર્ડર કેસમાં 4 આરોપીઓ પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઑક્ટોબર, 2026ના રોજ લાલજી સરધારા પર ફાયરિંગ કરી રૂ.1.53 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર 10 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસની મદદથી રાતો
લૂંટ વિથ મર્ડરના આરોપીઓનું રી કન્સ્ટ્રક્શન


રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઑક્ટોબર, 2026ના રોજ લાલજી સરધારા પર ફાયરિંગ કરી રૂ.1.53 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર 10 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસની મદદથી રાતોરાત ઝડપી લીધા હતા.

આ ઘટના બાદ શૂટર અનુરાગસિંગ રાજપૂત દ્વારા પોલીસ પર પણ ફાયરિંગની કોશિશ થઈ હતી ત્યારે આ ઘટનામાં આજે 19 ઓક્ટોબરના 10 માંથી 4 આરોપીઓને રી-કન્સ્ટ્રક્શન માટે બનાવ સ્થળે લાવવામાં આવ્યા હતા. જે દરમિયાન મુખ્ય સૂત્રધાર અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપૂત, શૈલેષકુમાર ખેરવા, વિસાલસીંગ રાજપૂત અને શીવમ ગુપ્તાને પોલીસ દોરડા બાંધી લઈ આવી હતી. તે વખતે આરોપીઓ પોલીસના મારના કારણે લંગડાતા હોવાનું દેખાઈ રહ્યું હતું.

આ રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે પણ આ વખતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી પંચનામુ કરવા વખતે જે ભૂલ થઈ હતી તેવી ઘટના ફરી એકવાર સર્જાય નહીં.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande