જૂના મોબાઇલ ખરીદવા હવે ખિસ્સા પર વધશે બોજ! સેકન્ડ હેન્ડ મોબાઇલના ભાવમાં 30થી 50 ટકાનો વધારો
અમરેલી, 19 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ફોનની ખરીદી અને વેચાણનો વ્યવસાય મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ખાસ કરીને સેકન્ડ હેન્ડ એટલે કે જૂના મોબાઇલ ખરીદવા અને વેચવા માટે અનેક દુકાનો આવેલી છે. સામાન્ય રીતે
જૂના મોબાઇલ ખરીદવા હવે ખિસ્સા પર વધશે બોજ! સેકન્ડ હેન્ડ મોબાઇલના ભાવમાં 30થી 50 ટકાનો વધારો


અમરેલી, 19 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ફોનની ખરીદી અને વેચાણનો વ્યવસાય મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ખાસ કરીને સેકન્ડ હેન્ડ એટલે કે જૂના મોબાઇલ ખરીદવા અને વેચવા માટે અનેક દુકાનો આવેલી છે. સામાન્ય રીતે ઓછા બજેટમાં સારો મોબાઇલ મેળવવા માટે ગ્રાહકો જૂના મોબાઇલની ખરીદી કરતા હોય છે. જોકે, હાલ જૂના મોબાઇલના ભાવમાં એકાએક વધારો થતાં ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી રહ્યો છે. જૂના મોબાઇલના ભાવમાં અંદાજે 30થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો હોવાનો વેપારીઓનો દાવો છે.

₹8,000નો મોબાઇલ હવે ₹12,000થી ₹14,000માં

સાવરકુંડલા શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરતા વેપારી અનર જાદવે જણાવ્યું હતું કે, હાલ જૂના મોબાઇલની ખરીદી કરવા આવતા ગ્રાહકોને અગાઉની સરખામણીએ વધુ નાણાં ચૂકવવા પડી રહ્યા છે. જે મોબાઇલ અગાઉ અંદાજે ₹8,000માં મળતો હતો, તેના માટે હવે ગ્રાહકોએ ₹12,000થી ₹14,000 સુધી ખર્ચ કરવો પડી રહ્યો છે. કેટલાક મોબાઇલના ભાવમાં ₹4,000થી ₹5,000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

મોબાઇલના સ્પેરપાર્ટ મોંઘા થતાં ભાવ વધ્યા

જૂના મોબાઇલના ભાવમાં થયેલા વધારા પાછળ મોબાઇલના સ્પેરપાર્ટ્સના વધતા ખર્ચને મુખ્ય કારણ માનવામાં આવે છે. મોબાઇલમાં ઉપયોગમાં લેવાતા મધરબોર્ડ, સર્કિટ, બેલ્ટ, બેટરી, કેમેરા અને આઈસી જેવા વિવિધ પાર્ટ્સના ભાવમાં વધારો થતાં મોબાઇલ રિપેરિંગ અને જાળવણીનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેના કારણે સેકન્ડ હેન્ડ મોબાઇલના વેચાણના ભાવ પર અસર પડી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં હાલ મંદીનો માહોલ હોવા છતાં જૂના મોબાઇલની ખરીદી માટે ગ્રાહકો આવી રહ્યા છે. જોકે, ભાવમાં થયેલા વધારાને કારણે ગ્રાહકોને પોતાના બજેટ પ્રમાણે મોબાઇલ પસંદ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ઓછા બજેટમાં મોબાઇલ ખરીદતા ગ્રાહકો મુશ્કેલીમાં

જૂના મોબાઇલનો બજાર ખાસ કરીને એવા ગ્રાહકો માટે મહત્વનો છે, જેઓ નવા મોબાઇલની સરખામણીએ ઓછા ખર્ચે ફોન ખરીદવા માંગે છે. વિદ્યાર્થીઓ, સામાન્ય નોકરી કરતા લોકો અને ઓછા બજેટમાં મોબાઇલ ખરીદતા ગ્રાહકો માટે સેકન્ડ હેન્ડ મોબાઇલ સારો વિકલ્પ રહ્યો છે. પરંતુ હવે જૂના મોબાઇલના ભાવમાં વધારો થતાં ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.

આમ, સેકન્ડ હેન્ડ મોબાઇલના બજારમાં ભાવવધારાની અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં સ્પેરપાર્ટ્સના ભાવ અને બજારની સ્થિતિ કેવી રહે છે, તેના પર જૂના મોબાઇલના ભાવમાં થનારા ફેરફારનો આધાર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande