જૂનાગઢ જિલ્લામાં 22 ઓક્ટોબરથી 'ખેત બચાઓ અભિયાન'નો પ્રારંભ
જુનાગઢ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા તા. ૨૨ ઓક્ટોબર થી તા. ૩૦ નવેમ્બર દરમિયાન દેશવ્યાપી ખેત બચાઓ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનના સ્વાસ્થ્યનું જતન કરવું, જમીન પરીક્ષણ આધારિત સંતુલિત ખાતરનો ઉપયોગ પ્રોત
જૂનાગઢ જિલ્લામાં 22 ઓક્ટોબરથી 'ખેત બચાઓ અભિયાન'નો પ્રારંભ


જુનાગઢ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા તા. ૨૨ ઓક્ટોબર થી તા. ૩૦ નવેમ્બર દરમિયાન દેશવ્યાપી ખેત બચાઓ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનના સ્વાસ્થ્યનું જતન કરવું, જમીન પરીક્ષણ આધારિત સંતુલિત ખાતરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો, જળસંરક્ષણ તેમજ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.

આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ઓછામાં ઓછા ૩૦ કાર્યક્રમો યોજાશે, જેમાં ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો તથા વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ગ્રામીણ સ્તરે ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ કાર્યક્રમો દરમિયાન ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ, આબોહવા અનુકૂળ કૃષિ પદ્ધતિઓ, સંકલિત પોષક તત્ત્વ વ્યવસ્થાપન (INM) અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) અંગે તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પાક અવશેષો ન બાળવા અંગે જાગૃતિ, પર ડ્રોપ મોર ક્રોપ ની ભાવના સાથે જળસંગ્રહ તેમજ કઠોળ, તેલીબિયાં અને બાગાયતી પાકો દ્વારા પાક વૈવિધ્યીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા તમામ ખેડૂતોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરાયો છે. આ અંગે વધુ વિગતવાર માહિતી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, ખેતી/બાગાયત અધિકારી અથવા નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande