નિરોણામાં વીજતાર તૂટતાં માલધારી પર આભ તૂટ્યું: એકસાથે પાંચ ભેંસોનાં મોતથી ભારે નુકસાન, PGVCL સામે ગ્રામજનોમાં રોષ
નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સીમમાં જીવંત વીજતાર તૂટી પડતાં દુર્ઘટના- સરપંચ નરોત્તમ આહીરે અસરગ્રસ્ત પશુપાલકને પૂરતું વળતર આપવા તંત્ર સમક્ષ કરી રજૂઆત કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે પશુધન
વીજ કરંટથી ભેંસોના મોત


વીજ કરંટથી ભેંસોના મોત


વીજ કરંટથી ભેંસોના મોત


- નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સીમમાં જીવંત વીજતાર તૂટી પડતાં દુર્ઘટના- સરપંચ નરોત્તમ આહીરે અસરગ્રસ્ત પશુપાલકને પૂરતું વળતર આપવા તંત્ર સમક્ષ કરી રજૂઆત

કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે પશુધન જ આજીવિકાનો મુખ્ય આધાર હોય છે, ત્યારે નખત્રાણા તાલુકાના નિરોણા ગામની વાડી વિસ્તારમાં બનેલી એક દુર્ઘટનાએ માલધારી પરિવારને મોટો આર્થિક ફટકો પહોંચાડ્યો છે. ગામના સીમ વિસ્તારમાં PGVCLની વીજલાઇનનો જીવંત વીજતાર તૂટી પડતાં વીજશોક લાગવાથી એક જ પશુપાલકની પાંચ ભેંસોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. એકસાથે પાંચ પશુઓ ગુમાવતાં અસરગ્રસ્ત માલધારી પરિવાર પર આફત આવી પડી છે.

મળતી માહિતી મુજબ, નિરોણા ગામની વાડી વિસ્તારમાં આજે સવારે વીજતાર તૂટી પડવાની ઘટના બની હતી. આ દરમિયાન વીજતારના સંપર્કમાં આવવાથી મુગલ ઇબરામ હસમની પાંચ ભેંસોને વીજશોક લાગ્યો હતો, જેના કારણે તમામ ભેંસોનાં મોત થયાં હતાં. અચાનક બનેલી આ ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. પશુધન પર નિર્ભર પરિવાર માટે આ નુકસાન માત્ર નાણાકીય નહીં, પરંતુ રોજગારી અને આજીવિકાની દૃષ્ટિએ પણ ચિંતાજનક બન્યું છે.

ઘટનાની જાણ થતાં નિરોણા ગામના સરપંચ નરોત્તમ આહીરે સંબંધિત તંત્રને જાણ કરી હતી. સાથે જ અસરગ્રસ્ત માલધારીને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને પૂરતું વળતર ચૂકવવામાં આવે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ, આ બનાવને પગલે ગ્રામજનોમાં PGVCLની વીજલાઇનની જાળવણી અને કામગીરીને લઈને નારાજગી જોવા મળી રહી છે. વીજતાર તૂટવાની ઘટનાને પગલે વીજવ્યવસ્થાની સુરક્ષા અને સમયસર જાળવણી અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ અંગે PGVCL ભુજને જાણ કરવામાં આવતાં વિભાગની ટીમ બપોરે સ્થળ પર આવીને સર્વે કરવાની હોવાનું જણાવાયું છે. સ્થળ તપાસ અને નુકસાનના મૂલ્યાંકન બાદ વળતરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.

હવે સ્થાનિક પશુપાલકને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને તંત્ર દ્વારા કેટલી ઝડપથી સહાય આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. ગ્રામજનોની માગ છે કે વીજલાઇનની યોગ્ય તપાસ અને જાળવણી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande