
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકામાં સગીરાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચરવા, તેના બીભત્સ ફોટા-વીડિયો બનાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે કાકોશી પોલીસ મથકે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રંજન પુનમભાઈ પરમારે સગીરાનો અમન વિક્રમભાઈ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સગીરાને મહિલા તથા અન્ય સ્થળોએ મોકલી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. અન્ય એક આરોપી હરેશ કમલેશભાઈ પરમાર સામે પણ દુષ્કર્મ આચરી વીડિયો બનાવવાનો આરોપ છે. વધુમાં, 5 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે અમન સગીરાને એક ખાલી ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, અમનના કાકાએ પણ નહેર નજીક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં મદદ કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે રંજન પરમાર, અમન વિક્રમભાઈ, હરેશ પરમાર અને અમનના કાકા સામે ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આરોપો અંગેની અંતિમ હકીકત તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ