યામી ગૌતમની 'નઈ નવેલી' ફિલ્મે ત્રણ દિવસમાં ₹16.26 કરોડની કમાણી કરી
મુંબઈ, નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી યામી ગૌતમ ધરની ફિલ્મ ''નઈ નવેલી''એ રિલીઝના પહેલા સપ્તાહાંતમાં વિશ્વભરમાં 16.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દશેરાના અવસરે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસ
અભિનેત્રી યામી ગૌતમ-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી યામી ગૌતમ ધરની ફિલ્મ 'નઈ નવેલી'એ રિલીઝના પહેલા સપ્તાહાંતમાં વિશ્વભરમાં 16.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દશેરાના અવસરે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મે પહેલા દિવસે 4.60 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે બીજા દિવસે તેનો કારોબાર વધીને 5.70 કરોડ રૂપિયા પહોંચી ગયો. ત્રીજા દિવસે ફિલ્મે 5.96 કરોડ રૂપિયાનું વૈશ્વિક ગ્રોસ કલેક્શન કર્યું. આ રીતે ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 16.26 કરોડ રૂપિયા કમાયા છે.

'નઈ નવેલી'માં રામાયણ સાથે જોડાયેલી કલ્પનાઓ અને એક અનોખા પરિવારની વાર્તાને દેશી ફેન્ટેસીના અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં અવસ્થી પરિવારની વાર્તા દ્વારા હાસ્ય, ભાવનાઓ અને પારિવારિક સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચી રહેલા દર્શકોને ધ્યાનમાં રાખીને તેને મનોરંજનથી ભરપૂર સિનેમાઈ અનુભવ તરીકે રજૂ કરવામાં આવી છે. શરૂઆતી સપ્તાહાંતના પ્રદર્શનથી ફિલ્મને આવનારા દિવસોમાં પણ સારો કારોબાર થવાની અપેક્ષા છે.

બાલાજી મોહન દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્માએ લખી છે. ફિલ્મમાં યામી ગૌતમ સાથે આદિનાથ એમ. કોઠારે, અનુરાગ ઠાકુર, સુનીતા રાજવાર, મીતા વશિષ્ઠ, આદિત્ય કુલશ્રેષ્ઠ, સુસ્મિતા મુખર્જી અને પ્રતીક પચૌરી પણ મહત્વની ભૂમિકાઓમાં છે. આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા તેના નિર્માતા છે, જ્યારે સંગીત જી. વી. પ્રકાશ કુમારે આપ્યું છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને કલર યલોના બેનર હેઠળ બનેલી 'નઈ નવેલી' સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande