ક્રિકેટના મેદાન પર દેખાશે સિતારાઓનો જલવો, સેલ્યુટ તિરંગા લીગનો પ્રારંભ
મુંબઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). મનોરંજન જગતના સિતારાઓ, હવે ક્રિકેટના મેદાન પર પણ પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. સેલ્યુટ તિરંગા ક્રિકેટ લીગ (એસટીસીએલ)ની ટ્રોફી અને જર્સીનું શુક્રવારે મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ ભારતીય
એસટીસીએલ ટીમ


મુંબઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.). મનોરંજન જગતના સિતારાઓ, હવે ક્રિકેટના મેદાન પર પણ પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. સેલ્યુટ તિરંગા ક્રિકેટ લીગ (એસટીસીએલ)ની ટ્રોફી અને જર્સીનું શુક્રવારે મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા, આંતરરાષ્ટ્રીય પહેલવાન અને લીગના બ્રાન્ડ એમ્બેસેડર સંગ્રામ સિંહ, પૂર્વ ક્રિકેટર અશોક મલ્હોત્રા અને નિર્માતા વિનોદ બચ્ચન સહિત રમતગમત અને મનોરંજન જગતની અનેક હસ્તીઓ હાજર રહી.

આ લીગ સાથે અનેક અભિનેત્રીઓ અને જાણીતી હસ્તીઓ ટીમના માલિકો તરીકે જોડાઈ છે. પંજાબની ટીમમાંથી પ્રબ ગેરેવાલ, ઉત્તર પ્રદેશમાંથી નીલમ ગિરિ, મુંબઈમાંથી અશ્નૂર કૌર, દિલ્હીમાંથી અલંકૃતા સહાય, તમિલનાડુમાંથી સ્ટેફી પટેલ, રાજસ્થાનમાંથી કશિકા કપૂર, હરિયાણામાંથી સના સુલતાન અને ગુજરાતમાંથી દિલજોત જોડાઈ છે. આ સિતારાઓની હાજરીથી લીગને મનોરંજન જગતનો પણ સાથ મળ્યો છે. લીગ કમિશનર ચેતન શર્માએ જણાવ્યું કે દેશના નાના શહેરો અને ગામડાઓમાં ક્રિકેટની પ્રતિભાઓની કમી નથી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ અને તકોના અભાવે અનેક ખેલાડીઓ આગળ વધી શકતા નથી. એસટીસીએલનો ઉદ્દેશ્ય આવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવા માટે મંચ આપવાનો છે.

અધ્યક્ષ રાજેશ ઝા, ઉપાધ્યક્ષ રવિ ચિકાર, નિર્દેશક મુકેશ સિંહ અને માર્ગદર્શક અશોક મલ્હોત્રા પણ લીગ સાથે જોડાયેલા છે. આયોજકોના મતે, 16 વર્ષથી વધુ ઉંમરના પસંદ કરાયેલા ખેલાડીઓને નિઃશુલ્ક આવાસ, ભોજન, પરિવહન અને મેચ ફી જેવી સુવિધાઓ આપવાની યોજના છે. લીગનો હેતુ પ્રતિભાશાળી ખેલાડીઓને આર્થિક અવરોધોમાંથી મુક્ત કરીને બહેતર તકો આપવાનો છે. હવે જોવું રહ્યું કે સિતારાઓથી સજ્જ આ લીગ ક્રિકેટની નવી પ્રતિભાઓને કેટલી ઊંચાઈ સુધી પહોંચાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande