અમદાવાદમાં દશેરાના દિવસે મુખ્યમણત્રીના હસ્તે 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે
અમદાવાદ,19 ઓકટોબર (હિ.સ.) અસત્ય પર સત્યના વિજય બદલ વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે. દેશભરમાં આવતીકાલે મંગળવારે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવશે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન અને નવચંડી હવનના
Preparations in full swing for burning of 60 feet tall Ravana at Bhadaj Temple in Ahmedabad


અમદાવાદ,19 ઓકટોબર (હિ.સ.) અસત્ય પર સત્યના વિજય બદલ વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે. દેશભરમાં આવતીકાલે મંગળવારે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવશે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન અને નવચંડી હવનના કાર્યકર્મો યોજાશે.અમદાવાદમાં પણ સાબરમતી રેલવે કોલોની ખાતે 25 થી વધુ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ યોજવામા આવે છે.

મંગળવારે દશેરાના દિવસે અમદાવાદમાં દૂરદર્શન પચાર અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

રાવણ દહનની સાથે 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. થલતેજ દુરદર્શન ટાવર પાસે આવેલા AES ગ્રાઉન્ડમાં ભવ્ય રાવણ દહન અને લોક ડાયરાનું આયોજન શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મનો વિજય થાય છે જેના માટે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન માટે વિજ્યાદશમીના તહેવારના દિવસે અમદાવાદમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. અંદાજે સાત માળ ઊંચા રાવણના પૂતળાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે દહન કરવામાં આવશે. પાંચ માળ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણનું પણ પૂતળું બનાવવામાં આવ્યું છે. સાંઈરામ દવેના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 35 થી 40 હજાર જેટલા લોકો હાજર રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. લગભગ એક અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે. શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande