જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન પર્વે ભવ્ય શસ્ત્રપૂજન યોજાયું
જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ
જામનગર પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન


જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ વચ્ચે શસ્ત્રો તેમજ અશ્વનું વિધિવત્ પૂજન-અર્ચન કરીને પોલીસ દળની પરંપરા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ઉજાગર કરવામાં આવી હતી.

વિજયાદશમીના પાવન અવસરે જામનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દળની પ્રાચીન પરંપરા મુજબ વિવિધ શસ્ત્રોની સાફ-સફાઈ અને સજાવટ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ એસ.ટી.એસ.સી સેલના ડીવાયએસપી મીત રુદલાલ સહિતના અન્ય પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શસ્ત્રોની સાથે સાથે પોલીસ દળમાં સેવા આપતા અશ્વનું પણ વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સમગ્ર પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં ભક્તિમય અને પરંપરાગત માહોલ સર્જાયો હતો. આ શસ્ત્રપૂજન દ્વારા પોલીસ દળે કાયદો અને વ્યવસ્થા જાળવવાની તથા પ્રજાની સુરક્ષા માટેની પોતાની કટિબદ્ધતા અને ફરજ પરત્વેની સમર્પણ ભાવનાનું સુંદર પ્રતીકાત્મક દર્શન કરાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande