




વડોદરાથી ભરૂચ તરફ આવતી કાર આઈશર ટેમ્પો સાથે અથડાતા કારનો કૂચડો બોલી ગયો
ગંભીર ઈજાથી વડોદરાના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલનું મોત મહેસાણાના બે મિત્રોએ પણ જીવ ગુમાવ્યો
દિલ્હી મુંબઈ એક્ષપ્રેસ હાઈવે નંબર 4 પર ટ્રક ટેમ્પો ચાલકો પહેલી,બીજી લેનમાં આવી જતા અકસ્માત થાય છે
ભરૂચ 20 ઓક્ટોબર (હિ.સ.)
ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં વડોદરાના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલ સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં મહેસાણાના પાર્થ પટેલ અને અસફાક મોનીનનો સમાવેશ થાય છે. અકસ્માતમાં કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
ભરૂચ નજીક દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે 4 પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.મનુબર ગામ નજીક ટ્રેકમાં ટેમ્પો નંબર GJ 03 BV 7912ની સાથે કાર અથડાતા થયો હતો અકસ્માત.કારમાં સવાર 4 પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.મૃતકમાં એક પી.એસ.આઈ.નો પણ સમાવેશ થાય છે.વડોદરાના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોતના અહેવાલ મળ્યા હતા.અન્ય 2 મૃતકોમાં મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે.વડોદરાથી ભરૂચ તરફ આવતા સર્જાયો હતો અકસ્માત.અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો.અકસ્માતમાં આઈશર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કાર નંબર GJ 01 ZA 2270ને અકસ્માત નડતાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં વડોદરાના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલ તેમજ મહેસાણાના બે યુવકો પાર્થ પટેલ અને અસફાક મોનીનનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો. હાલ પોલીસે આઈશર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ