ગીર સોમનાથ પ્રાચી કારડિયા રાજપૂત સમાજનો નવમો સમૂહ લગ્નોત્સવ ૧૪ માર્ચ, ૨૦૨૭ના રોજ યોજાશે
ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.) સમૂહ લગ્નોત્સવ માટેની નોંધણી ૧૪ નવેમ્બરથી પ્રાચી કારડિયા રાજપૂત ધર્માલય ખાતે શરૂ થશે પ્રાચી તીર્થ, ગીર સોમનાથ: પ્રાચી કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ આગામી તા. ૧૪ માર્ચ, ૨૦૨૭, રવિવારના રોજ યોજવ
ગીર સોમનાથ  પ્રાચી કારડિયા રાજપૂત સમાજનો નવમો સમૂહ લગ્નોત્સવ


ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.)

સમૂહ લગ્નોત્સવ માટેની નોંધણી ૧૪ નવેમ્બરથી પ્રાચી કારડિયા રાજપૂત ધર્માલય ખાતે શરૂ થશે

પ્રાચી તીર્થ, ગીર સોમનાથ: પ્રાચી કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ આગામી તા. ૧૪ માર્ચ, ૨૦૨૭, રવિવારના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાચી સમૂહ લગ્ન સમિતિની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમાજના વિવિધ પ્રશ્નો અને સમૂહ લગ્નોત્સવના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સભામાં સમિતિના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વાનુમતે નવમા સમૂહ લગ્નોત્સવની તારીખ નક્કી કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટેની તૈયારીઓ, આયોજન અને સમાજના વધુમાં વધુ પરિવારોને જોડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

૧૪ નવેમ્બરથી સમૂહ લગ્નની નોંધણી શરૂ થશે

સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છુક પરિવારો માટે લગ્ન નોંધણીની પ્રક્રિયા આગામી તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે. નોંધણી માટેનું સ્થળ પ્રાચી કારડિયા રાજપૂત ધર્માલય, પ્રાચી તીર્થ રાખવામાં આવ્યું છે. નોંધણીની કામગીરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

સમૂહ લગ્ન સમિતિ અને ટ્રસ્ટ દ્વારા કારડિયા રાજપૂત સમાજના તમામ પરિવારોને આ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થવા તેમજ વધુમાં વધુ સમાજબંધુઓને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપતા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande