
પેશાવર (ખૈબર પખ્તુનખ્વા), પાકિસ્તાન, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) ખૈબર પખ્તુનખ્વામાં સંઘીય સરકાર દ્વારા કટોકટી અને રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યા બાદ, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો (એનબીએ)એ પદભ્રષ્ટ અને સસ્પેન્ડ કરાયેલા મુખ્યમંત્રીના હાઉસિંગ બાબતોના વિશેષ સહાયક અને પ્રાંતીય એસેમ્બલી સભ્ય (એમપીએ) ડૉ. અમજદ અલી અને અન્ય ઘણા લોકો પર કાર્યવાહી શરૂ કરી છે. તેમને તેમના જાણીતા આવકના સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના શંકાસ્પદ આધારે પેશાવરના હયાતાબાદ સ્થિત તેમની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે.
ધ ન્યૂઝ અનુસાર, અલીને પેશાવરના હયાતાબાદ સ્થિત એનએબી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. બ્યુરોએ જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. એનબીએ એ, આ આરોપોની તપાસના ભાગ રૂપે 16 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય જવાબદારી વટહુકમ, 1999 ની કલમ 19 હેઠળ અલી સહિત પાંચ વ્યક્તિઓને નોટિસ જારી કરી હતી. અલી ઉપરાંત, બચા સૈયદ, મોહમ્મદ આરીફ શાહ, સિરાજ અહેમદ અને નવીદ અહેમદને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
બ્યુરોએ વિવિધ હાઉસિંગ સોસાયટીઓ પાસેથી, મિલકતના રેકોર્ડ માંગ્યા છે, જેમાં ફાળવણી, માલિકી અને ચૂકવણીની વિગતોનો સમાવેશ થાય છે. તેણે ખૈબર પખ્તુનખ્વાના એકાઉન્ટન્ટ જનરલ પાસેથી અલીના પગાર, ભથ્થાં, અન્ય લાભો અને મુસાફરી ખર્ચના રેકોર્ડ પણ માંગ્યા છે. એનએબી એ ચેતવણી આપી છે કે, જો નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ તપાસ અલી સાથે સંકળાયેલી અગાઉની કોર્ટ કાર્યવાહીની પૃષ્ઠભૂમિ સામે હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ