કેનેડાના લશ્કરી અડ્ડા પર આગ લાગી, ચાર સૈનિકોના મોત
ઓટાવા (કેનેડા), નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આવેલા લશ્કરી અડ્ડા (કેનેડિયન ફોર્સીસ બેઝ વેનરાઇટ) માં શનિવારે લાગેલી આગમાં ચાર સૈનિકોના મોત થયા. તેની પુષ્ટિ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ રવિવારે કરી. તેમણે કહ્યું કે,
કેનેડિયન ફોર્સીસ બેઝ વેનરાઇટ


ઓટાવા (કેનેડા), નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આવેલા લશ્કરી અડ્ડા (કેનેડિયન ફોર્સીસ બેઝ વેનરાઇટ) માં શનિવારે લાગેલી આગમાં ચાર સૈનિકોના મોત થયા. તેની પુષ્ટિ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ રવિવારે કરી. તેમણે કહ્યું કે, ડઝનબંધ અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમણે આ ઘટનાની વિગતો માંગી છે.

સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે જણાવ્યું કે, 39 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી ઓછામાં ઓછા 19ની હાલત ગંભીર છે. સ્મિથે જણાવ્યું કે, પીડિતોને કેનેડિયન ફોર્સીસ બેઝ વેનરાઇટથી આલ્બર્ટાની ચાર અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં સાર્જન્ટ મોર્ગન વોંગ, શોન ફેરેલ, એડન ગોલ્ડિંગ અને હેડન લાઇકેમાર્કનો સમાવેશ થાય છે.

સંરક્ષણ પ્રધાન ડેવિડ મેકગુઇન્ટીએ કહ્યું, મને એ જણાવતા ખૂબ દુઃખ થાય છે કે બેઝ પર બનેલી એક ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રથમ કેનેડિયન ડિવિઝનના કમાન્ડર મેજર-જનરલ વેડ રટલેન્ડે રવિવારે જણાવ્યું કે, તાલીમ કવાયત દરમિયાન ઘાસમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ. આગ લાગવાના પ્રારંભિક કારણોની તપાસ ચાલી રહી છે. રટલેન્ડે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande