
નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પંજાબમાં ડ્રગ વિરોધી પ્રચારક પરવિંદર સિંહ ઝોટાની હત્યાની તપાસ હાથ ધરી છે. સીબીઆઈની ટીમ મંગળવારે રાત્રે પોલીસ રેકોર્ડનો કબજો લેવા અને કેસ સંબંધિત સામગ્રી જપ્ત કરવા માટે માનસા પોલીસ સ્ટેશન પહોંચી હતી. એજન્સીએ આ સંબંધમાં પોલીસને ઔપચારિક પત્ર પણ જારી કર્યો છે.
સી.બી.આઈ. ના વરિષ્ઠ નાયબ મહાનિરીક્ષક (ડી.આઈ. જી.) ની આગેવાની હેઠળની ટીમ, બુધવારે પીડિતાના પરિવારને મળી હતી અને તેમનો ટેકો માંગ્યો હતો. સીબીઆઇના અધિકારીઓ ઝોટાના પરિવારના સભ્યો ક્યાં છે તે જાણવા અને તેના વિશેની તમામ હકીકતો જાણવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો, ડ્રગ કંટ્રોલર્સ અને અન્ય નિષ્ણાતો પણ આ મામલાની તપાસ માટે માનસા પહોંચ્યા હોવાના અહેવાલ છે.
પોસ્ટમોર્ટમ પીજીઆઈ, ચંડીગઢ ખાતે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવશે. ચંડીગઢમાં મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીબીઆઇની ટીમ પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી કેસ સંબંધિત તથ્યો અને પુરાવાઓની તપાસ સાથે આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે, પરવિંદર સિંહ ઝોટાની 13 ઓક્ટોબરે માનસાના બજારની અંદર એક મેડિકલ સ્ટોરની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ દવાની દુકાનોમાં માદક દ્રવ્યોના કથિત ગેરકાયદેસર વેચાણ સામે અવાજ ઉઠાવતા હતા. ઘટના સમયે તે સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરી રહ્યો હતો. આ કેસમાં મેડિકલ સ્ટોરના સંચાલક અશ્વિની કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
ઝોટાના પરિવારે આ મામલે, સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. ત્યારબાદ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 20 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળવારે પરિવારને મળ્યા હતા. સીબીઆઈ હવે હત્યા સંબંધિત તમામ પાસાઓની તપાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ