પડધરીના ખંભાળા ગામે ડીડીઓની ઓચિંતી મુલાકાત: સખી મંડળોને વિના વિલંબે ધિરાણ આપવા આદેશ
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે પડધરી તાલુકાના ખંભાળા ગામની અચાનક મુલાકાત લઈ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળોની પેન્ડિંગ લોન અરજીઓની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. સ્વસહાય જૂથોની અરજીઓ લાંબા
ડીડીઓની ઓચિંતી મુલાકાત


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે પડધરી તાલુકાના ખંભાળા ગામની અચાનક મુલાકાત લઈ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળોની પેન્ડિંગ લોન અરજીઓની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. સ્વસહાય જૂથોની અરજીઓ લાંબા સમયથી પડતર હોવાનું ધ્યાને આવતા તેમણે આર.ડી.સી. બેંકની રૂબરૂ મુલાકાત લીધી હતી.

બેંકમાં પ્રક્રિયાનો તાગ મેળવ્યા બાદ તેમણે સ્થળ પર જ તમામ અરજીઓનો ત્વરિત નિકાલ લાવવાની કડક સૂચના આપી હતી. પાત્રતા ધરાવતી મહિલાઓને ધિરાણ સહાય મેળવવામાં જરાય વિલંબ ન થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓને આગામી સાત દિવસમાં જ મિશન મોડ પર કામગીરી પૂર્ણ કરવા ખાસ તાકીદ કરી હતી.

ડી.ડી.ઓ.એ સ્પષ્ટ કર્યું હતું કે ગ્રામીણ મહિલાઓ સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે સમયસર ધિરાણ મળવું ખૂબ જ અનિવાર્ય છે. બેંકિંગ વ્યવસ્થા અને અધિકારીઓએ પરસ્પર સંકલન સાધીને અરજીઓ લાંબો સમય પેન્ડિંગ ન રહે અને અરજદારોને બિનજરૂરી ધક્કા કે વિલંબનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવું પડશે.

આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય હેતુ મહિલાઓની આર્થિક ક્ષમતા વધારવાનો છે. જો કોઈ કિસ્સામાં લોન અરજીનો નિકાલ ન થાય, તો સખી મંડળની બહેનો સીધી જ જિલ્લા પંચાયતમાં લેખિત ફરિયાદ નોંધાવી શકે છે, જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande