રાજકોટના 13 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી દેવ ભટ્ટે વડોદરા WTT યૂથ કન્ટેન્ડરમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના માત્ર ૧૩ વર્ષીય પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દેવ ભટ્ટે વડોદરા ખાતે યોજાયેલી ડબલ્યુટીટી યૂથ કન્ટેન્ડર ઇન્ટરનેશનલ U-13 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા
રાજકોટના ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના માત્ર ૧૩ વર્ષીય પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દેવ ભટ્ટે વડોદરા ખાતે યોજાયેલી ડબલ્યુટીટી યૂથ કન્ટેન્ડર ઇન્ટરનેશનલ U-13 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

છેલ્લા છ વર્ષથી ટેબલ ટેનિસ રમી રહેલા દેવ ભટ્ટે સખત પરિશ્રમ, કઠિન શિસ્ત અને ઉત્કૃષ્ટ કોચિંગના સહારે રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે તાજેતરની ડબલ્યુટીટી યૂથ કન્ટેન્ડર ઉપરાંત ગાંધીધામ ખાતે યોજાયેલી ટીટીએફઆઈ નેશનલ ચેમ્પિયનશિપમાં U-15 ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ તથા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમજ દિલ્હીમાં યોજાયેલી એસજીએફઆઈ નેશનલ ગેમ્સ અને ખેલ મહાકુંભ સ્ટેટ ૨.૦ માં પણ શાનદાર પ્રદર્શન કરી મેડલ્સ મેળવ્યા છે.

ખેલાડીઓની સફળતામાં સરકારી સહયોગનું વિશેષ મહત્વ રહેલું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી 'સેન્ટર ઓફ એક્સેલન્સ' અને 'ખેલો ઈન્ડિયા' જેવી યોજનાઓ થકી યુવા ખેલાડીઓને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ સુવિધાઓ અને આર્થિક સ્ટાઈપેન્ડનો મોટો લાભ મળી રહ્યો છે, જે યુવા પ્રતિભાઓને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

પોતાની સફળતાનો શ્રેય પરિવારજનોના સહયોગ અને કોચના માર્ગદર્શનને આપનાર દેવ રમવાની સાથે અભ્યાસનું સંતુલન જાળવવા ચોક્કસ સમયપત્રક અનુસરે છે. શારીરિક ફિટનેસ અને નિયમિત કસરતને તે રમતગમતમાં લાંબા સમય સુધી સક્રિય રહેવા માટે ખૂબ જ આવશ્યક માને છે.

આજના યુવાનો માટે પ્રેરણારૂપ બનતા દેવ ભટ્ટ સંદેશ આપે છે કે યુવાનોએ મોબાઈલ અને સોશિયલ મીડિયા પાછળ સમય વેડફવાને બદલે રોજ ઓછામાં ઓધો એક કલાક કોઈપણ રમતગમતમાં ફાળવવો જોઈએ, જેનાથી શરીર સક્રિય અને મન રચનાત્મક બને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande