જામનગરમાં દીકરીઓને ગરબી રમવા લઈ જવા બાબતે બનેવીએ સાળા પર કર્યો લાકડીથી હુમલો
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દીકરીઓને ગરબી રમવા સાથે લઈ જવાના સામાન્ય મુદ્દે પારિવારિક વિવાદ વકરતા બનેવીએ પોતાના સાળા પર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામન
ફરિયાદ


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દીકરીઓને ગરબી રમવા સાથે લઈ જવાના સામાન્ય મુદ્દે પારિવારિક વિવાદ વકરતા બનેવીએ પોતાના સાળા પર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના સરદાર રોડ પર આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા પાલાભાઈ ઉગાભાઈ ચાવડા નામના શ્રમિક પર તેમના બનેવી નીલેશભાઈ કરમભાઈ સાદિયાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પાલાભાઈએ ગઈકાલે સિટી 'સી' ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાલાભાઈની બહેન લક્ષ્મીબેન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પિયરમાં જ રહે છે. આ દરમિયાન તેમની દીકરી આરોપીની દીકરીને ગરબી રમવા માટે સાથે લઈ જતી હતી, જે બાબત બનેવી નીલેશભાઈને બિલકુલ પસંદ ન હતી. આ બાબતે અગાઉથી જ મનદુઃખ ચાલી રહ્યું હતું, જેનો ખાર રાખીને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

ઘટનાના દિવસે આરોપી નીલેશભાઈએ પાલાભાઈના ઘરે જઈને ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતાં તેણે આવેશમાં આવીને લાકડી વડે પાલાભાઈની પીઠ અને પડખાના ભાગે બેફામ માર માર્યો હતો. આ હુમલામાં બચાવ કરવા જતા પાલાભાઈના ડાબા હાથની આંગળીઓમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આસપાસના લોકો એકત્ર થઈ જતા આરોપી ત્રાંસ ફેલાવીને નાસી છૂટ્યો હતો, પરંતુ જતા-જતા તેણે ફરીથી મળી જવા પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ રાખી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande