‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’: ગાંધીનગર ખાતે, ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું ભવ્ય સ્વાગત
ગાંધીનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા.૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાતી ''રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ''ના ઉપલક્ષ્યમાં આ વર્ષે કેન્દ્રીય ગૃહ-મંત્રાલય દ્વારા ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ વિષય અંતર્
નેશનલ મોટરસાઇકલ રેલી


નેશનલ મોટરસાઇકલ રેલી


ગાંધીનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા.૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાતી 'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ'ના ઉપલક્ષ્યમાં આ વર્ષે કેન્દ્રીય ગૃહ-મંત્રાલય દ્વારા ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ વિષય અંતર્ગત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ-મંત્રી અમિત શાહ દ્વારા તા. ૨૧મી ઓક્ટોબરે, નવી દિલ્હીથી નોર્થ ઝોન રેલીને એકતા નગર માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

દેશભરમાં નશામુક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસારિત કરતી નોર્થ ઝોનની આ મોટરસાઇકલ રેલી, આજે હરિયાણા અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશી છે અને ગાંધીનગર ખાતે આવી પહોંચી છે. ગાંધીનગર આગમન વેળાએ રાઇડર્સનું પરંપરાગત ઢબે તથા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આ રાઇડર્સ માટે રાત્રિ રોકાણ તથા જાગૃતિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ, વડોદરા થઈને નિર્ધારિત મુકામે પહોંચશે.

Say No to Drugs, Say Yes to Lifeના સૂત્ર સાથે યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા અને સ્વસ્થ-સશક્ત ભારતના નિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાઈ રહેલી આ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ ૪૫ ટીમો અને ૫૫૦થી વધુ જવાનો/અધિકારીઓ ૪ અલગ-અલગ ઝોન મારફતે ૨૭૫થી વધુ બાઇક સાથે ભાગ લઈ રહ્યા છે. તમામ ૪ ઝોનની ટીમો એકતા નગર ખાતે એકત્રિત થશે અને ૩૧મી ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ'માં સહભાગી થઈને આ ભવ્ય રેલી સંપન્ન થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande