જામજોધપુરમાંથી 3 વર્ષથી ગુમ બે સગીર ભાઈઓની માહિતી આપનારને ઇનામની પોલીસની જાહેરાત
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩થી ગુમ થયેલા બે સગીર ભાઈઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. બાળકો વિશે માહ
ગુમશૂદા


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩થી ગુમ થયેલા બે સગીર ભાઈઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. બાળકો વિશે માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે તેમજ તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

આ બનાવની વિગતો મુજબ, મહારાષ્ટ્રના મૂળ વતની અને હાલ જામજોધપુરમાં સ્થાયી થયેલા મેથીયા ઉર્ફે મોતીરામ સીલ્દાર પાવરાના બે પુત્રો છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલા છે. આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી જ પોલીસ દ્વારા બાળકોની સતત શોધખોળ કરવામાં આવી રહી છે.

ગુમ થયેલા બાળકોમાં ૧૫ વર્ષીય ગણેશ અને ૧૩ વર્ષીય મનોજનો સમાવેશ થાય છે. આ બાળકો અંગે કોઈ પણ વ્યક્તિ પાસે નાની કે મોટી જાણકારી હોય અથવા તેઓ ક્યાંય નજરે પડે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. પરિવારને તેમના બાળકો પાછા મળી રહે તે માટે જાહેર જનતાનો સહયોગ અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે.

બાળકો અંગે માહિતી આપવા માટે જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ તથા જામનગર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે. અજાણ્યા સ્થળે જોવા મળે કે કોઈ શંકાસ્પદ માહિતી મળે તો તાત્કાલિક ધોરણે આ આપેલા નંબરો પર સંપર્ક કરી પોલીસને સહયોગ આપવા જામનગર એ.એચ.ટી.યુ. દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande