રાજકોટમાં કેક-પાર્ટીને બદલે સેવાનો રાહ: 8 વર્ષના બાળકે 8 ટીબી દર્દીઓને આપી પોષણ કીટ
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : જન્મદિવસની ઉજવણીમાં કેક-પાર્ટી અને મોજ-મસ્તી પાછળ થતો બિનજરૂરી ખર્ચ ટાળીને સમાજસેવા કરવી એ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજકોટમાં રહેતા ૮ વર્ષના જિયાંશ દવેએ પોતાના ૮મા જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરી છે. તેણે કોઈ પણ પ્રકારની
બાળકીની જન્મદિવસની અનોખી ઉજવણી


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : જન્મદિવસની ઉજવણીમાં કેક-પાર્ટી અને મોજ-મસ્તી પાછળ થતો બિનજરૂરી ખર્ચ ટાળીને સમાજસેવા કરવી એ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજકોટમાં રહેતા ૮ વર્ષના જિયાંશ દવેએ પોતાના ૮મા જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરી છે. તેણે કોઈ પણ પ્રકારની ભપકાદાર ઉજવણી કરવાને બદલે જરૂરિયાતમંદ દર્દીઓની વહારે જઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબ દંપતી ડૉ. સમીર દવે અને ડૉ. ડિમ્પલ દવેના પુત્ર જિયાંશે પોતાના જન્મદિવસે કુલ ૮ ટીબી (ટ્યુબર્ક્યુલોસિસ) દર્દીઓને પોષણયુક્ત આહારની ન્યુટ્રિશન કીટ અર્પણ કરી હતી. ખાસ વાત એ છે કે જિયાંશ દ્વારા સતત બીજા વર્ષે પણ જન્મદિવસની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ટીબી દર્દીઓની સહાય કરીને જ કરવામાં આવી છે.

બાળકમાં નાનપણથી જ સેવાભાવ કેળવાય અને જન્મદિવસનો અર્થ માત્ર આનંદ પૂરતો સીમિત ન રહે તેવો ઉમદા અભિગમ તેના માતા-પિતાએ અપનાવ્યો છે. પરિવારનો આ નિર્ણય સમાજ માટે એક નવો રાહ ચીંધનારો તેમજ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ટીબીના રોગ સામે લડતા દર્દીઓ માટે નિયમિત સારવારની સાથે પૌષ્ટિક આહાર અત્યંત આવશ્યક છે. ભારત સરકારના 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત સામાન્ય નાગરિકો પણ પોતાની ક્ષમતા મુજબ ટીબીના દર્દીઓને દત્તક લઈને પોષણ કીટ પૂરી પાડી શકે છે અને રાષ્ટ્રવ્યાપી સેવાયજ્ઞમાં સહભાગી બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande