ખડગેએ રામલીલા મેદાનની રેલીમાં લોકોને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી
નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને વિશેષ સઘન પુનરાવલોકન પ્રક્રિયા તાત્કાલિક રોકવાની માંગને લઈને 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ''વોટ બચાવો, દેશ બ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને વિશેષ સઘન પુનરાવલોકન પ્રક્રિયા તાત્કાલિક રોકવાની માંગને લઈને 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીમાં લોકોને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે.

ખડગેએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો જારી કરીને કહ્યું કે, તહેવારોના માહોલમાં લોકો કમરતોડ મોંઘવારીથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ સરકારને તેની ચિંતા નથી. તેમણે કહ્યું કે, કરોડો ભારતીયોનો મત આપવાનો બંધારણીય અધિકાર ખતરામાં છે. આ માટે તેમણે કમિશનર જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠેરવ્યા.

ખડગેએ કહ્યું કે, તમામ વિપક્ષી દળોની માંગ છે કે જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે અને એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં આવે. આ માંગણીઓને લઈને 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આયોજન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande