રાહુલ ગાંધીના કાફલામાં ચાલી રહેલા વાહનોની ટક્કરની તપાસ માટે એસઆઈટી ગઠિત
લખનઉ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તર પ્રદેશના સુલતાનપુર જવા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કાફલામાં ચાલી રહેલા વાહનો અથડાવાની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસે વિશેષ તપાસ દળ (એસઆઈટી) ની રચના કરી છે.
ઘટના સંબંધિત ફોટો


લખનઉ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તર પ્રદેશના સુલતાનપુર જવા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કાફલામાં ચાલી રહેલા વાહનો અથડાવાની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસે વિશેષ તપાસ દળ (એસઆઈટી) ની રચના કરી છે. પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણના નિર્દેશ પર રચાયેલું આ દળ દુર્ઘટનાના કારણો, સંજોગો અને સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થામાં સંભવિત ચૂક (ખામી) ની વિસ્તૃત તપાસ કરશે.

રાહુલ ગાંધી સોમવારે સડક માર્ગે સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એકબીજા સાથે અથડાઈ હતી.

પોલીસ મુખ્યાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આદેશમાં એસઆઈટી ની અધ્યક્ષતા લખનઉ પરિક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ કરશે. દળમાં સુલતાનપુરના અપર પોલીસ અધિક્ષક બ્રિજ નારાયણ સિંહ અને ટ્રાફિકના પોલીસ ઉપાધિક્ષક રામ કૃષ્ણ ચતુર્વેદીને સભ્ય બનાવવામાં આવ્યા છે. એસઆઈટી દુર્ઘટનાના વાસ્તવિક કારણો અને તેની સાથે સંકળાયેલા સંજોગોની તપાસ કરશે. આ સાથે જ રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન સુરક્ષા, સુરક્ષા કાફલો અને ટ્રાફિક વ્યવસ્થાપનની વ્યવસ્થાનું પરીક્ષણ પણ કરવામાં આવશે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ઘટના પાછળ કોઈ બેદરકારી કે સુરક્ષા સંબંધિત ખામી તો નથી રહી.

પોલીસ મુખ્યાલયે એસઆઈટી ને ઘટનાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરીને વિસ્તૃત અહેવાલ (રિપોર્ટ) વહેલી તકે ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે જરૂરી સૂચનો આપવા પણ જણાવાયું છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તપાસ દળના અહેવાલ (રિપોર્ટ) ના આધારે દુર્ઘટના સાથે સંકળાયેલા તથ્યો અને વ્યવસ્થાકીય ખામીઓનું આકલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / દીપક / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande