કામધેનું યુનિવર્સીટીના જૂનાગઢના વિધાર્થીઓએ સાહસિક ખડક ચઢાણની ૧૦ દિવસની શિબિર પૂર્ણ કરી
જુનાગઢ 27 ઓક્ટોબર (હિ.સ.) : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં
કામધેનું યુનિવર્સીટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના વિધાર્થીઓએ


જુનાગઢ 27 ઓક્ટોબર (હિ.સ.) : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં કામધેનું યુનિવર્સીટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના તાલીમાર્થીઓ તથા સ્વ ખર્ચે તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી.

શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન ડૉ. પૂર્ણાંશુ દુધાત્રા, ગ્રામ ઉદ્યોગ મંદિર પ્રાથમિક શાળા, જૂનાગઢ (MA, PHD ( English) ), કે. પી રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાર્લીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઉપેન્દ્રસિંહ રાઠોડ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ જૂનાગઢ એ આપી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. પૂર્ણાંશુ દુધાત્રા, ગ્રામ ઉદ્યોગ મંદિર પ્રાથમિક શાળા, જૂનાગઢ તાલીમાર્થીઓને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપ્યું કે,સાહસિક શિબિરોમાં જોડાવાથી સ્વયં શિસ્તના ગુણ ખીલે છે, તેમજ નીમ ડાઈ પર્વતારોહકનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમને ૧૪ હાઈ પીક પર્વતો સર કરીને ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તાલીમાર્થીઓને એડવાન્સ કોર્ષ તથા કોચિંગ કોર્ષમાં જોડાવા પ્રેરિત કર્યા. જેથી ભવિષ્યમાં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા સંસ્થામાં આપી શકે. તેમજ કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ SVIM માઉન્ટ આબુ એ પર્વતારોહણની તાલીમના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવી તથા આવી સાહસિક તાલીમ શિબિરમાં વધુ ને વધુ જોડાવાની અપીલ કરી અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર વિવેક ડાભીએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેજલ બલદાનીયા, નિહાલ ગંગવાનીએ કર્યું હતુ.

આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં વિવેક ડાભી જસદણ, દશરથ પરમાર પાટણ, અનિરુધ્ધસિહ સોઢા જામનગર, નિકિતા ચૌધરી ગાંધીનગરએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમાર્થીઓને ખડક ચઢાણની તાલીમ આપેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande