એએમએ દ્રારા એડીસીએલઓડીના સહયોગમાં “માઇક્રોહેબિટ્સ ફોર લીડર્સ” વિષય પર લીડરશિપ સેશનનું આયોજન કરાયું
અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના અશાંક દેસાઈ સેન્ટર ફોર લીડરશિપ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે “માઇક્રોહેબિટ્સ ફોર લીડર્સ” વિષય પર એક ખાસ લીડરશિપ
A Leadership Session on “Microhabits for Leaders” was organized by AMA in collaboration with ADCLOD


અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના અશાંક દેસાઈ સેન્ટર ફોર લીડરશિપ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે “માઇક્રોહેબિટ્સ ફોર લીડર્સ” વિષય પર એક ખાસ લીડરશિપ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રો. નેહારિકા વોહરાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને પ્રો. એલન ડી'સોઝા એ વિષય પરિચય આપ્યો હતો.

પેન ચીફ લર્નિંગ ઓફિસર પ્રોગ્રામ(પેન્સિલવેનિયા યુનિવર્સિટી)ના ભૂતપૂર્વ ડિરેક્ટર અને પોલિસી, ઓર્ગેનાઇઝેશન્સ, લીડરશિપ એન્ડ સિસ્ટમ્સ ડિવિઝનના સિનિયર ફેલો ડો. રઘુ કૃષ્ણમૂર્તિએ આ લીડરશિપ સેશનને સંબોધ્યું હતું.

આધુનિક સંસ્થાઓમાં લીડરશિપ મોટા ફેરફારો કરવા કરતાં નાના નાના અને સતત પ્રયાસોથી વધુ સક્ષમતા આવે છે તે બાબત પર ભાર મૂકતા, ડૉ. કૃષ્ણમૂર્તિએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે લીડર માઇક્રો હેબિટ્સ (નાના, હેતુપૂર્વકના વ્યવહારિક ફેરફાર)નો ઉપયોગ કરીને સંસ્થાના પ્રણાલીગત વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે,

નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરી શકાય છે અને ટીમ સંસ્કૃતિને વધુ ગતિશીલ બનાવી શકે છે. આ સેશનમાં કોર્પોરેટ લીડર્સ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગના વ્યાવસાયિકો જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande