નવરાત્રીના ગરબામાંથી પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવતા પાલીતાણાના રવિરાજ ધરેણીયા
ભાવનગર,27 ઓક્ટોબર (હિ.સ.)ધાર્મિક આસ્થાને જીવદયા અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને પાલીતાણાના યુવક રવિરાજ ધરેણીયા અનોખી સેવા કરી રહ્યા છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ ઘરોમાં પૂજા માટે ઉપયોગમાં લેવાયેલા ગરબાનો સામાન્ય રીતે વિસર્જન કરવામાં આવે છે અથવા મંદિર
ગરબા માંથી પક્ષીઘર


ભાવનગર,27 ઓક્ટોબર (હિ.સ.)ધાર્મિક આસ્થાને જીવદયા અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને પાલીતાણાના યુવક રવિરાજ ધરેણીયા અનોખી સેવા કરી રહ્યા છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ ઘરોમાં પૂજા માટે ઉપયોગમાં લેવાયેલા ગરબાનો સામાન્ય રીતે વિસર્જન કરવામાં આવે છે અથવા મંદિરમાં મૂકવામાં આવે છે, ત્યારે રવિરાજ આ ગરબાનો પુનઃઉપયોગ કરીને અબોલ પક્ષીઓ માટે આશ્રયસ્થાન તૈયાર કરી રહ્યા છે.

નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના માટે ઉપયોગમાં લેવાતા ગરબા એકત્રિત કરીને તેઓ વૃક્ષો, ઘરની છત અને અન્ય સુરક્ષિત સ્થળોએ ગોઠવે છે. આ ગરબાનો ઉપયોગ પક્ષીઓ માટે પક્ષીઘર તરીકે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રવિરાજે 1000થી વધુ ગરબાનો ઉપયોગ કરીને પક્ષીઓ માટે રહેવાની વ્યવસ્થા ઊભી કરી છે.

છેલ્લાં આઠ વર્ષથી તેઓ આ સેવાકાર્ય સતત કરી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં વૃક્ષો અને કુદરતી રહેઠાણોની અછત વચ્ચે પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટેનો તેમનો પ્રયાસ પ્રશંસનીય છે.

રવિરાજની આ પ્રવૃત્તિ ધાર્મિક પરંપરાના સર્જનાત્મક પુનઃઉપયોગનું ઉદાહરણ છે. સાથે જ તે સમાજને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને અબોલ જીવ પ્રત્યે સંવેદનશીલતા રાખવાનો સંદેશ આપે છે. તેમના આ પ્રયાસથી શ્રદ્ધા સાથે જીવદયા અને પ્રકૃતિની જાળવણી પણ કરી શકાય છે તે સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande