
અમદાવાદ,28 ઓકટોબર (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરીમાં આવનાર વાર્ષિક બજેટ માટે પ્રજાજનો પાસે આગામી બજેટ માટે સૂચનો મગાવ્યા,30 ઓક્ટોબર સુધીમાં આ રીતે મોકલી શકાશે.
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ પહેલા સૂચન મંગાવવામાં આવતા હોય છે. આગામી વર્ષ 2027- 28ના વાર્ષિક બજેટ માટે આગોતરું આયોજન કરવા ચાર મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનો વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો આપી શકશે.
મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરીજનો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવાશે.
28થી 30 ઓક્ટોમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે- amcbudget2728@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.
10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં સમાવેશ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાં નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવે છે. રોડ, રસ્તા, નવી સુવિધાઓ સહિત અલગ અલગ મુદ્દાઓ પર નાગરિકોએ પોતાના સૂચન આપ્યા હતા અને તેમાંથી 10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. બાકીના સૂચનો જે ફરિયાદો મુજબ નિકાલો પણ કરવામાં આવ્યા હતા.
ગત વર્ષે બજેટના સૂચનોમાં પ્રાથમિક સુવિધા અંગેના સુચનોમાં, ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ તથા રસ્તાની સુવિધા મેળવવા અને સુધારવા માટેના હતા. પ્રાથમિક સુવિધા સિવાયની સુવિધા માટેના સુચનોમાં પણ નવા સમાવિષ્ટ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાંથી આવેલા હતા. જેમાં, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક જેવી વિવિધ સુવિધાઓ અંગેના હતા. જેનો બજેટમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ