દિવાળી પર ‘એક દિવાળી માનવતાની’ અભિયાન: ઉના-વેરાવળમાં 10 હજાર જરૂરિયાતમંદોને મફત કપડાંનું વિતરણ
ઉનામાં 11 વર્ષથી અને વેરાવળમાં 3 વર્ષથી સેવાકાર્ય - દાતાઓના સહયોગથી કપડાં, સાડી અને ચપ્પલનું વિતરણ ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને વેરાવળના સેવાભાવી મિત્રો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ‘એક દિવાળી માનવતાની’ અભિયા
દિવાળી પર ‘એક દિવાળી


- ઉનામાં 11 વર્ષથી અને વેરાવળમાં 3 વર્ષથી સેવાકાર્ય

- દાતાઓના સહયોગથી કપડાં, સાડી અને ચપ્પલનું વિતરણ

ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને વેરાવળના સેવાભાવી મિત્રો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ‘એક દિવાળી માનવતાની’ અભિયાન હેઠળ જરૂરિયાતમંદ લોકોને મફત કપડાં, સાડી અને ચપ્પલનું વિતરણ કરવામાં આવે છે.

ઉનામાં છેલ્લા 11 વર્ષથી અને વેરાવળના ટાવર ચોક ખાતે છેલ્લા 3 વર્ષથી ચાલતા આ અભિયાનનો ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ પરિવાર દિવાળીનો તહેવાર ખુશીથી ઉજવી શકે તેવો છે. અભિયાન હેઠળ દાતાઓ પાસેથી નવા તેમજ સારી સ્થિતિમાં હોય તેવા વપરાયેલા કપડાં અને ઉપયોગી વસ્તુઓ એકત્ર કરી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે ઉના અને વેરાવળમાં અંદાજે 10 હજાર લોકો આ સેવાકાર્યનો લાભ લે છે. આ વર્ષે મુંબઈ અને વેરાવળના દાતાઓએ પણ નવાં કપડાં, સાડી અને ચપ્પલ મોકલી સહયોગ આપ્યો હતો, જેનું વેરાવળના જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યની વિશેષતા એ છે કે, કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ગ્રુપના સભ્યો પોતાના ખર્ચે આ અભિયાન ચલાવે છે.

આ માનવસેવાના કાર્યમાં ઉનાના કમલેશભાઈ ચંદનાણી, રાજેન્દ્રભાઈ દરબાર, જીગ્નેશ દેસાઈ અને હર્ષદભાઈ મૈયા તેમજ વેરાવળના ગૌરવભાઈ ગોસ્વામી, કુલવીર સાધુ, કિસનભાઈ વાજા, કલ્પેશભાઈ દેવાડીયા, રમેશભાઈ ગઢિયા, ચિરાગભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ગોસ્વામી, અનિશાભાઈ રાચ્છ, મહેન્દ્રભાઈ ટાંક, નવનીતભાઈ ફોફંડી, અક્ષયભાઈ સિદ્ધપુરા સહિતના સેવાભાવીઓ જોડાઈને માનવતાની જ્યોત પ્રગટાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande