ચક્રવાતી વાવાઝોડાનું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ, ભારે વરસાદ અને તેજ પવનનો કહેર
વિજયવાડા (આંધ્ર પ્રદેશ), નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). ચક્રવાતી વાવાઝોડા ''અર્ણબ''એ, આજે સવારે રાજ્યના યાનમ-કાકીનાડા વિસ્તાર નજીક દરિયાકાંઠે લેન્ડફોલ શરૂ કર્યું. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) અનુસાર, લેન્ડફોલની પ્રક્રિયા લગભગ ત્રણ કલાક સુધ
સાંકેતિક


વિજયવાડા (આંધ્ર પ્રદેશ), નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). ચક્રવાતી વાવાઝોડા 'અર્ણબ'એ, આજે સવારે રાજ્યના યાનમ-કાકીનાડા વિસ્તાર નજીક દરિયાકાંઠે લેન્ડફોલ શરૂ કર્યું. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) અનુસાર, લેન્ડફોલની પ્રક્રિયા લગભગ ત્રણ કલાક સુધી ચાલશે. વાવાઝોડું બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે યાનમના દક્ષિણમાં દરિયાકાંઠો પાર કરી રહ્યું છે. પવનની ગતિ 125-135 કિલોમીટર (કિમી) પ્રતિ કલાક છે, જ્યારે પવનના ઝાપટાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. તેજ ગતિના કારણે લેન્ડફોલ અપેક્ષા કરતાં વહેલું થયું.

આંધ્ર પ્રદેશના ઉત્તરીય જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો છે. વિશાખાપટ્ટનમમાં જળભરાવ, વૃક્ષો પડવા અને વીજળી પુરવઠો ખોરવાઈ જવાની જાણકારી મળી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ વિજયવાડા અને વિશાખાપટ્ટનમની ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની ચેતવણી આપી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે, રાજ્યમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 84,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું. માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે.

નાયડુએ કહ્યું કે, રાજ્યમાં 2,199 ચક્રવાત આશ્રયસ્થાનો ઓળખવામાં આવ્યા છે અને સ્થળાંતર યોજનાઓ તૈયાર છે. 2,360 ગર્ભવતી મહિલાઓને તબીબી સુવિધાઓમાં ખસેડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 12 એનડીઆરએફ અને 10 એસડીઆરએફ ટીમો તૈનાત છે. માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે. આઈએમડીએ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડા પછી પણ થોડા સમય સુધી વરસાદ અને તેજ પવનો ચાલુ રહી શકે છે. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને સત્તાવાર અપડેટ્સનું પાલન કરવાની સલાહ આપી છે. ઓડિશામાં પણ 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ છે અને સ્થળાંતર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આઈએમડીએ આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande