
અમદાવાદ, 28 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ શહેરના ગોતા વિયસ્તરમાં આવેલ રામદેવ ડેકોર હાઉસ અને મહાલક્ષ્મી ગ્રેનાઇટ મહાલક્ષ્મી ગ્રેનાઇટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટના બની. શહેરના ગોતા વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તેને સ્થળ પરથી દૂર કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલ આગ પર ફાયરબ્રિગેડ દ્વારા સંપૂર્ણ કાબુ મેળવાયો છે. કુલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોતા વિસ્તારમાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
ગોતા વિસ્તારમાં રામદેવ ડેકોર હાઉસ અને મહાલક્ષ્મી ગ્રેનાઇટનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં ગ્રેનાઇટ હોવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ