કાલાવડના મછલીવાળ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મછલીવાળ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને એલ.સી.બી.ની ટીમે રોકડ રકમ, મોટરસાઇકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩,૮૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપ
જુગાર રમતા શખસો ઝડપાયા


જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મછલીવાળ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને એલ.સી.બી.ની ટીમે રોકડ રકમ, મોટરસાઇકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩,૮૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાલાવડ તાલુકાના મછલીવાળ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા ૬૮,૫૦૦, ગંજીપાના, પાંચ મોટરસાઇકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩,૮૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે રમીજભાઈ ઓસમાણભાઈ નોયડા, રાકેશ ઉર્ફે રાકલો છોટુભાઈ ભારેવાડીયા, વસીમ ઇસ્માઈલભાઈ નોયડા અને ભૂપતસિંહ રામસિંહ જાડેજા એમ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ભરતભાઈ ડાંગર દ્વારા ફાજલ ફરીયાદ રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને પોલીસ હેડ કોન્સ્ટેબલ સુમીતભાઈ શીયાર દ્વારા જરૂરી કાર્યવાહી પૂરી કરવામાં આવી છે.

આ કેસમાં સંજયસિંહ બાઘુભા જાડેજા, ધર્મેશ ઉર્ફે કાર્યો ભીમજીભાઈ રાખોલીયા, હિતેશ મોહનભાઇ ગોહિલ અને મનીષ નટુભાઈ સીતાપરા નામના ચાર શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ નાસી છૂટેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટેની તજવીજ હાલ ચાલુ રાખી છે અને સમગ્ર ઓપરેશનમાં એલ.સી.બી.નો પોલીસ સ્ટાફ સામેલ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande