ગાંધીનગરમાં PSIએ, સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોક
મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતા PSI તનવીરસિંહ ઝાલાનું મોત; પોલીસ અને FSL દ્વારા તપાસ શરૂ ગાંધીનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ના મોતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, મુખ
ગાંધીનગરમાં PSIએ, સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોક


- મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતા PSI તનવીરસિંહ ઝાલાનું મોત; પોલીસ અને FSL દ્વારા તપાસ શરૂ

ગાંધીનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ના મોતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા, PSI તનવીરસિંહ ઝાલાએ ગાંધીનગરના સેક્ટર-27 સ્થિત પોલીસ લાઇનમાં પોતાના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, ગોળીનો અવાજ સાંભળીને આસપાસના પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, PSIનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

મોત પાછળનું કારણ અકબંધ

PSIએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા, ઘટનાની વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય સંબંધિત વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પોલીસ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande