રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવશે
રાજપીપળા,28 ઓકટોબર (હિ.સ.) .) લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબરના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાન
Prime Minister Narendra Modi will administer the oath to the people at Ektanagar on the occasion of National Unity Day.


રાજપીપળા,28 ઓકટોબર (હિ.સ.) .) લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબરના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ વર્ષે ‘નકલમુક્ત ભારત’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારે 151મી સરદાર પટેલ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande