અમિત શાહ શુક્રવારે લખનૌમાં, ભાજપ પ્રદેશ કાર્યસમિતિની બેઠકનું ઉદ્ઘાટન કરશે.
લખનૌ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે (30 ઓક્ટોબર) અહીંના ડૉ. રામ મનોહર લોહિયા વિધિ વિશ્વવિદ્યાલયમાં ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બે દિવસીય બેઠકનું ઉદ્ઘાટન
શાહ


લખનૌ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે (30 ઓક્ટોબર) અહીંના ડૉ. રામ મનોહર લોહિયા વિધિ વિશ્વવિદ્યાલયમાં ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બે દિવસીય બેઠકનું ઉદ્ઘાટન કરશે.

ભાજપના જણાવ્યા અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ સહ પ્રભારી ડૉ. પ્રદીપ વર્માની ઉપસ્થિતિમાં, પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ ગુરુવારે અહીં પાર્ટી મુખ્યાલયમાં પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન, શુક્રવારે પ્રસ્તાવિત પ્રદેશ કાર્યસમિતિની બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પ્રદેશ મહામંત્રી સંગઠન ધર્મપાલ સિંહે બે દિવસ ચાલનારી પ્રદેશ કાર્યસમિતિની બેઠકના કાર્યસૂચિ, મુખ્ય વિષયો અને અન્ય આવશ્યક તૈયારીઓ પર ચર્ચા કરી.

પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની અધ્યક્ષતામાં, નવગઠિત કાર્યસમિતિની આ પ્રથમ બેઠક હશે. ભાજપના જણાવ્યા અનુસાર, પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના અપેક્ષિત રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કાર્યસમિતિના સભ્યો, સાંસદ-ધારાસભ્યો અને પ્રાદેશિક પદાધિકારીઓ ઉપરાંત જિલ્લાઓના અધ્યક્ષ અને મહામંત્રીઓ સામેલ થશે. આ ઉપરાંત, બેઠકમાં પ્રદેશ માધ્યમ સંયોજક, પ્રદેશ પ્રવક્તા, ચર્ચાકાર, પ્રદેશ સંયોજક, સહ સંયોજક, વિધાનસભા ક્ષેત્ર પ્રભારી અને વિધાનસભા ક્ષેત્ર વિસ્તારકો સહિત અન્ય મુખ્ય પાર્ટી પદાધિકારીઓ સામેલ થશે.

હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / શિવ સિંહ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande