
નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે તોફાની ચક્રવાત અર્નબના સંદર્ભમાં આંધ્ર પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને આપત્તિથી પ્રભાવિત લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયતાની ખાતરી આપી.
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ)ની ટીમો સક્રિય થઈ ગઈ છે તથા યુદ્ધના ધોરણે, બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે, ચક્રવાતથી થયેલા નુકસાનનું આકલન કરવા અને આગળની આવશ્યક સહાયતાનું નિર્ધારણ કરવા માટે આંતર-મંત્રાલયીય કેન્દ્રીય દળ (આઈએમસીટી) ટૂંક સમયમાં મોકલવામાં આવશે.
શાહે કહ્યું કે, સરકાર આપત્તિની આ ઘડીમાં લોકોની સાથે મજબૂતીથી ઊભી છે અને તેમને રાહત પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને ખાતરી આપી કે, આપત્તિના કારણે લોકોને થતી મુશ્કેલીઓ ઓછી કરવા માટે સરકાર શક્ય તમામ સહાયતા ઉપલબ્ધ કરાવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ