સંત રવીદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં ઓનલાઈન મેગા ક્વિઝ યોજાશે
ભાવનગર,03 ઓક્ટોબર (હિ.સ.)અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા સંત રવીદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન મેગા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝનો પ્રારંભ સવારે 9.30 કલાકે થશે. ધોર
રવિ દાસજી ફાઇલ ફોટો


ભાવનગર,03 ઓક્ટોબર (હિ.સ.)અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા સંત રવીદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન મેગા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝનો પ્રારંભ સવારે 9.30 કલાકે થશે.

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાનારી આ ક્વિઝમાં 50 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો સંત રવીદાસજીના જીવન અને કવન આધારિત રહેશે. વિવિધ સમાજના વિદ્યાર્થીઓને સંત રવીદાસજીના જીવન, વિચારો અને યોગદાનથી માહિતગાર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા અને સમાજ-રાષ્ટ્રને જોડતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અગાઉ સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા, રાણી અહલ્યાબાઈ અને રાણી અબક્કા અંગે પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ક્વિઝમાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ માટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સામાજિક કાર્યને પ્રોત્સાહન આપવા કમિશનર શિક્ષણ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મારફતે જાણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande