સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં દિવ્યાંગજનો સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ
- નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં 46 લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરાયું. - દિવ્યાંગજનો સહિત જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરીપત્રો એનાયત કરાયા. રાજપીપળા, 03 ઓકટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના સેવ
including Divyangjan in Narmada district under Seva Mera Priyav Abhiyan


- નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં 46 લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરાયું.

- દિવ્યાંગજનો સહિત જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરીપત્રો એનાયત કરાયા.

રાજપીપળા, 03 ઓકટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગજનો સહિત જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નર્મદા ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત કુલ 46 લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર વિવિધ રાહતલક્ષી અને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિવ્યાંગ લગ્ન સહાય યોજના, બસપાસ યોજના, વિવિધ પેન્શન સહાય યોજનાઓ તથા પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરીપત્રો એનાયત કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના પ્રયાસોના મહત્વને ઉજાગર કર્યું હતું. સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય, સુરક્ષા અને સન્માન સાથે જીવન જીવવાની તક મળે તે માટે આવી યોજનાઓ મહત્વપૂર્ણ બની રહે છે.

સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં આવા કાર્યક્રમો ઉપયોગી સાબિત થાય છે.

કાર્યક્રમમાં બાળ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ભારતી તડવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શીતલ સોલંકી સહિત સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા કચેરી તથા સંબંધિત સંસ્થાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત કચેરીઓ અને સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande