માતા-પિતાની વચ્ચેથી જ બાળકને દીપડાએ મોઢામાં દબોચી લીધો.
સોમનાથ,03 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં દીપડાએ માતા-પિતાની વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના બાળકને ઉઠાવી જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનામાં બાળકનું કરુણ મોત થયું છે. ગીર ગઢડા ના સણોસરીના ખંભાળા વિસ્તાર
માતા-પિતાની વચ્ચેથી જ બાળકને


સોમનાથ,03 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં દીપડાએ માતા-પિતાની વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના બાળકને ઉઠાવી જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનામાં બાળકનું કરુણ મોત થયું છે.

ગીર ગઢડા ના સણોસરીના ખંભાળા વિસ્તારમાં બાલુ ભગુભાઈ કાતરીયાની વાડીમાં ગોધરાનો શ્રમિક પરિવાર છેલ્લા દોઢથી બે મહિનાથી રહેતો હતો. ગત રાત્રે ભોજન બાદ પરિવાર આશરે 12 ફૂટ ઊંચા ધાબા પર સૂતો હતો. માતા-પિતાની વચ્ચે ત્રણ વર્ષનો ચેતન સૂતો હતો.

આ દરમિયાન લાકડાની સીડી મારફતે ધાબા પર પહોંચેલા દીપડાએ માતા-પિતાની વચ્ચેથી જ બાળકને મોઢામાં દબોચી લીધો. પિતાએ પ્રતિકાર કર્યો, પરંતુ દીપડો બાળકને લઈને નીચે ઉતરી જુવારના ખેતર તરફ ભાગી ગયો.

જાણ થતાં વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ સઘન શોધખોળ હાથ ધરી. નજીકના જુવારના ખેતરમાંથી ચેતનનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાદમાં આસપાસ પાંજરા ગોઠવાતા હુમલો કરનાર દીપડો પણ પાંજરે પુરાયો હતો. વન વિભાગે ખેડૂતોને નાના બાળકોને એકલા ન છોડવા અને વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande