મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ રૂ. 2000ને પાર
ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી મગફળીની આવક શરૂ થઈ છે. મગફળીના ભાવમાં તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ યાર્ડમાં વિવિધ જાતની મગફળીની આવક થઈ રહી છે અને ગુણવત્તા તથા જાત પ
મગફળી ફાઇલ ફોટો


ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી મગફળીની આવક શરૂ થઈ છે. મગફળીના ભાવમાં તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ યાર્ડમાં વિવિધ જાતની મગફળીની આવક થઈ રહી છે અને ગુણવત્તા તથા જાત પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે.

હાલ મહુવા યાર્ડમાં મગફળીના ભાવ રૂ. 900થી લઈને રૂ. 2000થી વધુ સુધી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મગફળી-66ના ભાવ રૂ. 2000ની સપાટી પાર પહોંચ્યા છે, જ્યારે મગફળી-39ના ભાવ રૂ. 1250 સુધી નોંધાયા છે. યાર્ડમાં હાલ દરરોજ અંદાજે 5 હજારથી 7 હજાર ગુણી સુધી મગફળીની આવક થઈ રહી છે.

મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂત ધીરુભાઈએ જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. મગફળી-39નો ભાવ રૂ. 1250 સુધી મળ્યો છે, જ્યારે મગફળી-66ના ભાવ રૂ. 2000ને પાર પહોંચ્યા છે. અન્ય ખેડૂત નાગજીભાઈએ જણાવ્યું કે નવી મગફળીની આવક વચ્ચે પ્રતિ મણ રૂ. 1100થી લઈને રૂ. 2000થી વધુના ભાવ મળી રહ્યા છે.

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાચાણીએ જણાવ્યું કે, વિસ્તારમાં સારો વરસાદ થયો છે અને ખેડૂતોએ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ યાર્ડમાં 5 હજારથી 7 હજાર ગુણી સુધીની આવક થઈ રહી છે. ખેડૂતો મગફળી સાફ કરી, સારી રીતે સુકવીને વેચાણ માટે લાવે તો ગુણવત્તા પ્રમાણે સારા ભાવ મળવાની શક્યતા છે. આગામી દિવસોમાં આવક વધવાની સાથે ભાવનું વલણ કેવું રહે છે તે જોવું મહત્વનું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande